You need to purchase this course to view videos.
📈 સ્ટોક માર્કેટ શરુઆતથી કેવી રીતે શીખવું
➡️ સ્ટોક માર્કેટમાં સફળ થવા માટે પહેલા તેની મૂળભૂત સમજ જરૂરી છે — શેર શું છે, બજાર કેવી રીતે ચાલે છે અને તેમાં રોકાણ કરવાની રીતો. નાની રકમથી શરુ કરો, ધીરજ રાખો અને ભાવના આધારિત નિર્ણય ન લો. યોગ્ય જ્ઞાન, વિશ્લેષણ અને સતત શીખવાથી તમે ધીમે ધીમે સફળ રોકાણકાર બની શકો છો.
📈 How to Start Stock Market from Scratch
➡️ To succeed in the stock market, first understand its basics — what a share is, how the market works, and the methods of investing. Start with a small amount, stay patient, and avoid emotional decisions. With proper knowledge, analysis, and continuous learning, you can gradually become a successful investor.
-------------
▶️ Lecture 1 : 💼 શેર બજાર કેમ? શીખવું કેમ જરૂરી છે?
➡️ પૈસા લગાવવાના હજારો રસ્તાઓ છે, પણ શેરબજાર શા માટે ખાસ છે? આ એપિસોડમાં આપણે 2000 થી 2025 સુધીના ઈતિહાસિક રિટર્ન્સ જોઈશું — એવી કંપનીઓ જેમણે તમારું ₹10,000 કરોડોમાં ફેરવી દીધું હોત! SIP દ્વારા ધીમે ધીમે બનેલી સંપત્તિ પણ જાણવા મળશે.
ગિરનારી મહારાજના આશીર્વાદથી શરૂઆત કરો અને લાંબા ગાળાના રોકાણની સાચી શક્તિ સમજો.
📺 એપિસોડ 2 માટે તૈયાર રહો! અંત સુધી જુવો.
▶️ Lecture 1 : 💼 Why Stock Market? Why Learn?
➡️ There are thousands of ways to invest money — but why does the stock market stand out? In this episode, we explore real historical returns of Indian stocks, including multibagger companies from 2000 to 2025. From ₹10,000 turning into lakhs and crores, to SIPs that created wealth quietly — we reveal it all.
Start your journey with the blessings of Girnari Maharaj and understand the true power of long-term investing.
📺 Watch till the end and get ready for Episode 2!
-------------
▶️ Lecture 2 : 🏢ધંધા ને સમજી લો – એટલે શેરબજાર એકદમ Easy થઈ જશે?
➡️ શેરબજાર સમજીવા માટે સૌથી મોટું રહસ્ય છે ધંધાનો આધાર સમજવો.
આ એપિસોડમાં આપણે ધંધાના મુખ્ય પ્રકારો જેવી કે પ્રોપ્રાયટરશીપ, પાર્ટનરશીપ, HUF, ટ્રસ્ટ અને કોઓપરેટિવ્સને સરળ ભાષામાં સમજાવીએ છીએ.
સાથે સાથે આ તમામ ધંધાઓને ચાલતું કરનારા કાયદાઓની પણ ચર્ચા કરીશું.
અને છેલ્લે, ભગવાન શ્રીકૃષ્ણ ની ભાગવત ગીતા ની શ્લોક દ્વારા જાણીશું – વ્યવસાયમાં સફળતા માટે શાશ્વત માર્ગદર્શન શું છે.
સાચા અર્થમાં સંપત્તિ બનાવવા માંગતા હોવ તો…
આ એપિસોડ ચૂકી ન જશો.
કારણ કે… The Conclusion Matters.
▶️ Lecture 2 : 🏢Understand business – will the stock market become completely easy?
➡️ Understanding the basics of business is the biggest secret to mastering the stock market.
In this episode, we simplify the most common business structures — from proprietorships to HUFs, partnerships, trusts, and cooperatives.
We also decode the laws that govern them and their real-world examples.
And yes, as always — we conclude with the timeless wisdom of the Bhagavad Gita to show how ancient knowledge still guides modern business.
If you truly wish to build long-term wealth — don’t miss this episode.
Because… The Conclusion Matters.
-------------
▶️ Lecture 3 : 💰 પૈસા આવે છે ક્યાંથી?
➡️ કોઈપણ બિઝનેસ ચલાવવા માટે પૈસાની જરૂર તો પડે જ. આ એપિસોડમાં આપણે સમજશું કે "The Conclusion Matters Ltd." જેવી કંપનીમાં પૈસા કેવી રીતે આવે છે — પ્રોમોટર્સ પાસેથી, બેંક લોનથી, પ્રાઈવેટ ઈન્વેસ્ટર્સથી અને આખરે જાહેર જનતાથી (IPO). સાથે જ તમે શીખશો કે શેર્સની વહેંચણી કેવી રીતે થાય છે અને દરેક સ્ટેપ પર માલિકી ટકાવારી કેવી રીતે બદલાય છે.
▶️ Lecture 3 : 💰Where does the money come from?
➡️ Every business needs money to grow. In this episode, we explain how a company like "The Conclusion Matters Ltd." raises funds — from promoters, bank loans, private investors, and finally the public through an IPO. You’ll also learn how shareholding is structured and how ownership percentages change at each stage.
-------------
▶️ Lecture 4 : 🤔 કંપની અને પબ્લિકની વચ્ચે કેટલા કેટલા લોકો હોય છે?
➡️ આ એપિસોડમાં આપણે એક કંપનીના IPOનો સફર શરૂઆતથી અંત સુધી સમજશું. જ્યારે કોઈ કંપની પબ્લિક પાસેથી પૈસા ઉઠાવવાનો નિર્ણય લે છે ત્યારે મર્ચન્ટ બેંકર્સ, SEBI, સ્ટોક એક્સચેન્જ, ડિપોઝિટરીઝ, બ્રોકર્સ અને છેલ્લે ઈન્વેસ્ટર્સ — આવા ઘણા મહત્વના લોકો વચ્ચે આવે છે. આપણે સમજશું કે આ દરેક કોણ છે, શું કરે છે અને તમારી ડીમેટ એકાઉન્ટમાં શેર પહોંચે એ પહેલા આ દરેક સ્ટેપ કેમ જરૂરી છે.
▶️ Lecture 4 : 🤔 How many people are there between the company and the public?
➡️ In this episode, we explore the journey of a company’s IPO from start to finish. From the moment a company decides to raise money from the public, several key players get involved — merchant bankers, SEBI, stock exchanges, depositories, brokers, and finally, investors. We’ll break down who these people are, what role they play, and why each step is crucial before a company’s shares reach your Demat account.